એક વાત પુછુ?


એક વાત પુછુ? તુ ક્યા હતી?
મે ખુબ જોયુ મારી આસપાસ,
ના તુ પાસે કે ના દૂર હતી!
એક વાત પુછુ? તુ ક્યા હતી?

આવ જો મારી આન્ખોમા,
બહુ થાકેલિ લાગે છેને?
મે તારીજ વાટ મા બીછાવેલી હતી!
એક વાત પુછુ? તુ ક્યા હતી?

તારા વિના આ રદય જાણે સુન્ન,
તુ ના હતી ને? તો કોન કરે કલરવ?
ક્યારેક તુ આવિશ, એવી મરી ધારણા હતી,
એક વાત પુછુ? તુ ક્યા હતી?

આ આન્ખોને કોન ભાવે તારા સિવાય?
તારા સમ હવે તારા વિના ના રહેવાય,
તુજ કહે એને કેમ રોકુ રડતી?
એક વાત પુછુ? તુ ક્યા હતી?

મે જોયુ મારા મન ભણી,
જોયુ તારુ ધુન્ધળુ ચિત્ર!
પછી વિખોળ્યુ મારુ સર્વસ્વ તો જાણ્યુ,
કે તુતો મારા રદયમા હતી!

એક વાત પુછુ? કેને? તુ ક્યા હતી?

(શ્રી વિશાલભાઇ પન્ચામિઆ (સાહેબ) ના જીવન મા બનેલ શુભ પ્રસન્ગ ને અર્પણ)

દર્દિલ (મહેશં ચાવડા)

Advertisements

કોઇ સમજે તો સમજાવુ!


કોઇ સમજે તો સમજાવુ, કોઇ જાણે તો જણાવુ,
એમજ રદય ની વાત હુ કોને બતાવુ?

એ આવે ને શુ થાય? શુ બતાવુ?
શાન્ત મનમા ઉઠે તે કલરવ કોને વર્ણવુ?
કોઇ સમજે તો સમજાવુ, કોઇ જાણે તો જણાવુ.

એના એક પલકારે હજારો તીર છુટે!
ઘાયલ રદય ના ઘાવ કોને બાતાવુ?
કોઇ સમજે તો સમજાવુ, કોઇ જાણે તો જણાવુ.

એમજ રદય ની વાત હુ કોને બતાવુ?

દર્દિલ (મહેશં ચાવડા)