Archive for જાન્યુઆરી, 2014

ખોટુ ના લાગે તો


ખૂબ સરસ આ કાવ્ય, મૂકેશ જૉશી ના બ્લોગ મા વાંચ્યુ હતુ.. સંભારણા માટે અહીં મુકુ છુ.

———————————

ખોટુ ના લાગે તો વાત એક કહુ?
હુ થોડા દિવસ હવે તારામા રહુ?

કામમાં હશે તો હુ વાત નહી માંડુ
મૌનના ય કોઈ દિ ના છાંટા ઉડાડુ
શમણાનો કાયદો ય હાથમા ન લઊ …. હુ થોડા દિવસ હવે તારામા રહુ?

કોણ જાણે હિમ શી એકલતા જામી
વૈદો કહે છે કે હૂંફ્ની છે ખામી
કહે છે કે તારામાં લાગણી છે બહુ…….હુ થોડા દિવસ હવે તારામા રહુ?

રસ્તામાં કોઈ દિવસ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
તારામાં તારાથી આગળ નહી જઊ….. હુ થોડા દિવસ હવે તારામા રહુ?

કહેણ મને કોઈ બીજુ ભાવતુ નથી
મને સાચકલે મારામાં ફાવતુ નથી
એક ટીપાની ઇચ્છા કે દરિયો હુ થઊ…..હુ થોડા દિવસ હવે તારામા રહુ?