Archive for ઓક્ટોબર, 2013

શુભ દિવાળી


આજ ખૂબ સરસ વિચાર વાંચી રહ્યો હતો, દિવાળી વિષે. દિવાળી ઍ આધ્યાત્મિક, સામાજીક અને વૈચારિક ઉત્સવ છે. આધ્યાત્મિક ઍટલા માટે કારણ તે દિવસે આપને પુરુષોત્તમ ને આવકારિયે છિઍ. સામાજીક ઍટલા માટે કે તે દિવસે આપણે હળી મળી જઇયે છિયે. બધો મન મેલ કાઢી નાખિયે છિયે. વૈચારિક ઍટલા માટે કારણ તે દિવસે આપણે નવા વરસ ની શુરૂવાત પણ કરિયે છિયે.

દિવાળી પ્રકાશ નો પર્વ છે, તેટલે આપણે ફટાકડા ફોડિયે છિયે, જે રીતે ફટાકડા ના અવાજ મા ઍક ગુંજ હોય, જે કશૂક નષ્ટ થયા નુ સૂચક છે. ઍ અવાજ સાથે આપણે આપણા દુર્ગુણો ને પણ નષ્ટ કરિયે તો સૅચા અર્થ મા ફટાકડા સાચા ગણાય.

– સર્વે વાચક મિત્રો ને શુભ દિવાળી
દર્દિલ (મહેશ ચાવડા)

Advertisements

I can not undo mistakes I did, but I promise I will not redo


મે કરેલી ભૂલો પૂર્વવત્ કરી નહી શકુ, પરંતુ હું ફરી નહીં કરવાનુ વચન આપુ છુ!

– મહેશ ચાવડા

I can not undo mistakes I did, but I promise I will not redo

– From the heart of Mahesh Chavda for Zaver

અંગ્રેજો ઍ સ્થાપિત કરેલી નોકર શાહી અને તેની ભારતીયતા પર થયેલી અસર


1857 સુધી નો ઇતીહાસ ખોલી નૅ જોઈલો તો જાણવા મળશે કે ભારતના વિર પુરુષો અને સ્ત્રીઑ ઍ ક્યારેય પોતાની વીરતા છોડી નથી. રાણી લક્ષ્મી બાઈ ઍ વાત નુ પ્રતીક છે, કે માત્ર ભારત ના પુરુષો ઍજ નહી પણ ભારત ની સ્ત્રીઑ પણ કેટલી મર્દાની હતી.

ઉપરનુ વાંચી ને ચોક્કસ તમને આશ્ચર્ય થશે કે આ અચાનક મહેશ નૅ શું થયુ. તો મિત્રો તમને કહીદવ કે આજે હું વાત કરુ છુ. અંગ્રેજો ઍ સ્થાપિત કરેલી નોકર શાહી અને તેની ભારતીયતા પર થયેલી અસર ની.

1857 પેલા ની વાત આટલા માટે કરવાની કારણકે ત્યાં સુધીનો ઇતીહાસ અસ્સલ ભારતીય લાગે છે. ઍ ભારત ની ભૂમિ ને ઍ ભારત નુ ખમીર, ઍક ઍક પાત્ર ઉપાડી ની જુઓ તો ગર્વ થી છાતિ ફુલી જાય છે. ટાત્યા ટોપે, રાની લક્ષ્મી બાઈ, મંગળ પાંડે અને બીજા જેઓ ને સાચા ભારતીય કેવાનુ મન થાય, તો અચાનક શું ઍવુ થય ગયુ કે જેથી 1857 પછી નો ઇતીહાસ ગૌરવ પૂર્ણ નથી લાગતો. આપણે આપણી જાત નૅ આર્ય ના વંશજ કહીયે છિયે અને આપણેજ 200 વરસ ની ગુલામી સહન કરી, ઍ ભારત ના ઇતીહાસ નુ કાળુ પાનુજ છે.

પ્રાચીન કાળનો ગૌરવ પૂર્ણ ઇતીહાસ ભૂલી ને 4000 વરસ જૂની હરપ્પા અન મોહેંજો-દરો સંસ્કૃતી ની વાત કરુ કે જ્યારે ભારત પાસે નહી માત્ર બેહ્તરિન નગર વ્યવસ્થા હતી પણ આપની પોતાની કેટલીયે ભાષાઓ હતી. જ્યારે આપણા પર 1757 થી 1947 સુધી રાજ કરનારા બ્રિટિશ ની પાસે લખાયેલી ભાષા હરપ્પા સંસ્કૃતી ના 3000 વરસ પછી આવી. તો શું ખુટ્યુ આપની પાસે? કોને આપણ ને માયકાંગલા બનાવ્યા? તો જવાબ છે નોકરશાહી!!!

આપણે જરા વિચારીયે, હું ઍક નોકર, મારો ઉપરી બીજો ઍક નોકર, તેનો ઉપરી ત્રીજો ઍક નોકર ઍવિરિતે નોકરો ની લાઈન હોય. તો નીચે વાળો ઉપર વાળા થી ને ઉપર વાળો તેના ઉપર વાળા થી ડર્યા કરે. ને તેમા પાછુ નોકરી ચાલી જવાનો મોટો ભય. ને આજ ભય પછી ઍટલો વધે કે ઉપર થી આવતી સાચી કે ખોટી પૉલિસી નો કોઇજ વિરોધ ના કરે. કારણ કે બાધનેજ ઉંચા આવજે વાત કરવાનો પણ ભય લાગતો હોય ઍમા ખોટીપૉલિસી વિરૂધ્ધ કોણ બોલે? પરિણામે ઍક ઍવી માનવ સાંકળ તૈયાર થાય કે જેમા માણસ તો હોઈ પણ માણસાઈ ના હોઈ. અંગ્રેજો ની આ કમાલ હતી ને તેથિજ તેઓ ઍ પોતાની સાચી ખોટી પૉલિસી અને હથિયારો ના ડર થી સમગ્ર ભારતવર્ષ ઉપર 200 વરસ સુધી રાજ્ય કરેલુ. વિચારો જરા, આ કેટલી મોટી શોધ છે. આપણને આપણા દ્વારા ગુલામ બનાવાયા (અંગ્રેજો ની આર્મી મા ભારતીઓજ તો હતા) ને આપને કઈં ના કરી શક્યા. છેલ્લે ગાંધીજી નવો વિચાર લાવ્યા ને અસહકાર નુ આંદોલન આપ્યુ. અસહકાર નુ આંદોલન જે બતાવે છે કે, ત્યાં સુધી આપણે ખુદજ જાણ્યે અજાણે અંગ્રેજો ને સહકાર આપતા હતા કારણ કે તેઓ આપણ ને આપણાજ દેશમા નોકરી આપી હતી. ને છેલ્લે જ્યારે બધુ લૂટી લીધુ તો આપણ ને મળી આજાદી ને પાયમાળી.

પાઘડી નો વળ છેડે
નોકરી – નો કરવાની કરી

જઈ હિંદ
મહેશ ચાવડા

મારો દેશ મારો મલક


મારો દેશ મારો મલક

ઉંઘ હવે વેરણ બની છૅ.
આંખો બંધ કરુ ને મારો દેશ દેખાય છે.

ઍસી ની ઠંડક ને પંખા ની હવા છે. છતા ગરમી જણાય છે.
પાસેજ સૂતો છે સાજન પણ હવે તો સંતાન જ યાદ આવે છે.

ભલે હોય પાણી ની તંગી ને ગરમી નો બફારો.
વીજળી રિસામાણે જાય છતા મને દેશ યાદ આવે છે.

સુખ ના સાધન છે અનેક, છતા સુખ ની નીંદર કેમ નથી.
ભલા માણસ આ મલક પારકો છે ઍવુ જણાય છે.

નાના ભૂલકા ની કિકિયારી ખૂબ ગમે છે.
સમજણા સંતાન ખૂબ વાલા લાગે છે.

પણ આ અજવાળા ની દુનિયા મા મારો સૂરજ ક્યાંય નથી.
મંદિર ની આરતી ના ઘંટ સાંભળવા આ મન વ્યાકુળ થાય છે.

ઍવુ તે શું નથી આ દેશ મા જે મનને ગમતુ નથી.
મન વારંવાર કહે છે.

આ તારુ નથી, તારુ નથી, તારુ નથી, આ ઘર પારકુ છે.
હવે મને જાવા દે. ભલૂ મારૂ છે ઘર.

– મંગલા બેન કાન્તિભાઈ વાળા

Advertisements