Archive for એપ્રિલ, 2013

કભી ઐસા ભી હોતા હે કે મૌસમ બદલ્તે નહી


કભી ઐસા ભી હોતા હે કે મૌસમ બદલ્તે નહી,
ચલતી રહેતી હે આંધીયા, ઔર રૂખ બદલતી નહી,
કુછ ગમ ઐસે હોતે હે, કિતને લગાલો મલમ ઉન્પે,  પર વોહ ભરતે નહી!

-દર્દિલ (મહેશ ચાવડા)

Advertisements

50 વરસ પછી ના સમાચાર


50 વરસ પછી ના સમાચાર,

ચીની સેના ઍ દિલ્લી નજીક ના 500 km ઍરિયા મા ઘૂસણખોરી કરી…

ભારતે ફ્લેગ મીટિંગ નો પ્રસ્તાવ મોકલ્યો છે…

આજ નો પોલ (Poll)


લાગ્યુ મને કમાઉ છુ


લાગ્યુ મને કમાઉ છુ..છેલ્લે ખર્ચાય ગયો.

દસ પૈસા

દર્દિલ – મહેશ ચાવડા

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ


ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……

ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? – ઉંચકી સુગંધ

– I liked this gazhal a most

મારા ઘર થી ઓરૂ, ઍક ઍવુ છે ખોરડુ


મારા ઘર થી ઓરૂ, ઍક ઍવુ છે ખોરડુ
જાણે લાગે કે આખુ ગામ છે ઉભુ!

દીવાલ મા ટાંગેલ આભલો છે ને,
જર્જરિત છે કમાડ ઍનુ.
કાંગરે બાંધેલ તોરણ છે ને,
ગાર થી પોસેલ, ફળીયૂ ઍનૂ.
મારા ઘર થી ઓરૂ, …

કુવા ઉપર ડૉલ બાંધેલી ને,
લાંબુ સરખુ દોરાડુ.
આખલા બેલાડી, ચારો ચારે ને,
ગાડુ પડ્યુ છે નવરુ.
મારા ઘર થી ઓરૂ, …

ઓસરી ના ઓટલે ‘મા’ બેઠી છે ને,
ફળિયે રમતુ છોકરુ.
સૂરજ ફેંકે તડકો લાટ ને,
રંગે લાલા,સફેદ પનીયારુ ઘણુ શોભતુ,
મારા ઘર થી ઓરૂ, …

– મહેશ ચાવડા (ગામ પિયાવા, તા. સાવરકુંડલા, જી. અમરેલી)

gaam-village-khoradu