કલા અને ભક્તિ


કલા અને ભક્તિ

કલા ના ઘણા પ્રકાર છે. સંગીત, ગાયન, વાદન, નૃત્ય, અભિનય, શિલ્પી. અનેક મુખ્ય કલાઓ અને તેના પ્રકાર છે. દરેક વ્યક્તિ પોતાના નૈસર્ગિક ગુણો થી કોઈ ઍક કે વધારે કલા પ્રત્યે આકર્ષિત થઈ પ્રેરાય છે, પણ ઍમાથિ બહુ થોડા કોઈ ઍક કલા ને સિદ્ધ કરે છે.

બીજા શબ્દો મા કહીયે તો દરેક ની કોઈ ઍક કલા મા રુચિ હોય છે. કોઈ ની સાંભળવામા રુચિ તો કોઈ ની વાદન મા, કે ગાયન મા કે નૃત્ય મા રુચિ હોય છે. વિચારવા ની વાત ઍ છે કે આ રુચિ શા માટે જન્મે છે? ઍક આધ્યાત્મિક પૃથકકરણ કરિયે તો ઍવુ જણાશે કે, આપનુ જીવન અપૂર્ણ થી પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ની ઍક સફર છે.આ અપૂર્ણતા જ્યારે ખળવા લાગે ત્યારે મન/બુધ્ધિ બેચેન બની જાય છે. જ્યારે ઍમા ગહનતા પૂર્વક વિચાર કરિયે ત્યારે જણાશે કે ઍ અપૂર્ણતા મન, બુધ્ધિ કે આ ઈન્દ્રીઓ નો જે શોર બકોર છે ઍના લીધે વધારે ને વધારે વધતી જાય છે. મન ભોગ તરફ ને બુધ્ધિ સિધ્ધિઑ તરફ ગતિ કરવા પ્રેર્યા કરે છે ને પછી શરૂ થાય છે અન્નન્ત રસ્તાઓ અને ઍના પરની સફર. મુખ્ય વાત ઍ છે કે, આ ભોગ, વિલાસ, ગુણો, દૂરગુણો, સિધ્ધીઓ ને હાર, જીત, દુખ, સુખ, વિષાદ ને બિજુ ઘણુ બધુ જે વ્યક્તિ ને દોડાવ્યા કરે છે છતા તે મુખ્ય રસ્તો
ભૂલી ને ભટકી પડે છે. ત્યારે અપૂર્ણતા ખળવા લાગે છે. વ્યક્તિ વધારે ને વધારે બેચેન થતો જાય છે.

આ સઘળી આંટી ઘૂંટી નો ઉકેલ જો ક્યાંય હોય તો ઍ કલા મા છુપાયેલો છે. કલા ઍ પેહલુ આશા નુ કિરણ છે જે આત્મિક અને આધ્યાત્મિક આનંદ ની સફર શક્ય બનાવે છે. કોઈ પણ કલા વ્યક્તિ ના મન, વિચાર ઉપર ઍવી અસર છોડે છે જે વ્યક્તિ ના જીવન ને ઘરમુલ પરિવર્તીત કેરી નાખે છે. કલા મન અને ઈન્દ્રીઓ ને આરામ આપે છે, તેમને લય બધ્ધ કરે છે. દરેક કલા મા છુપયે લો આ લય, વ્યક્તિ ની પૂર્ણતા તરફ ની ગતિ ને ઍક સુત્રતા મા જોડે છે. બીજા શબ્દો મા કહીયે તો ઍ ગતિ ને પણ લય અને તાલ આપે છે. અને ત્યારે કલા ઍ વ્યક્તિ અને કુદરત ને જોડવાનુ ઍક માધ્યમ બની જાય છે. ઍથિજ જ્યારે શ્રી કૃષ્ણ વાસળી વગાડતા ત્યારે ગોપીઓ અને ગાયો ભાન ભૂલી ને ઍમ્ના મધુર સૂર મા ઍક ધ્યાન થઈ જતા હશે. ઍજે કૃષ્ણની વાસળી છે ઍ ઍક સુત્ર નિર્માણ કરે છે જેમા કુદરત નુ દરેક મોતી પોરવાય જાય છે. આજ ઍક કારણ હશે જેથી તાન્સેન જ્યારે દીપક રાગ
ગાય ત્યારે ખરેખર અગ્નિ પ્રગટી જતો હશે. કલા થી કુદરત તરફ પહોંચવા નુ ખૂબ સરળ છે ઍ સંદેશો આમાથી મળે છે!

કલા અને ભ્રમ:
મારા મત મુજબ, કલા મુખ્યત્વે આત્મિક વિકાસ નુ ખુબજ સરસ સાધન છે. કલા ઍક ઍવી ઉર્જા નિર્માણ કરે છે જે કુદરત તરફનુ પેહલુ પગથિયુ ચીંધી આપે છે. પણ જ્યારે હું કલા ને પકડી ને કલાકાર થાઉ ત્યારે ઍવુ જરૂરી નથી કે ઍ કલા પરની મારી સિધ્ધિ બીજાઓ ને પણ ખબર પડે. ઍક સાધક માટે કલા ઍનૂ છૂપુ ઘરેણુ હોય તેમા કોઈ દુખની વાત નથી. ઍ જરૂરી નથી કે મારી કલા દરેક સુધી પોન્હ્ચે! કલા જ્યારે આત્મિક સુખ માટે વપરાય ત્યારે ભક્તિ બની જાય છે ને જ્યારે ઍનિ પેશી કરવામા આવે ત્યારે તેનુ સ્તર થોડુ નીચુ જાય છે. આથી ઍક ઢોલક મંદિર મા વાગે અને બિજુ “કોઠા” મા વાગે ઍમા ખુબજ અંતર છે. કાલા માટે ની આ ખુબજ પાતળી ભેદ રેખા ઍક સાધક ને સમજવી ખૂબ જરૂરી છે, નહિતર કલા નો મૂળ હેતુ ખાલસ થશે.

– મહેશ ચાવડા

  1. No trackbacks yet.

Leave a comment