Archive for મે, 2011

આજે નો-ટોબેકો


આજે નો-ટોબેકો ડે નિમિતે દુર્યોધને કહેલી નીચેની પંક્તિ યાદ આવેછે.

જાનામી ધર્મમ, નચમે પ્રવૃતિ !
જાનામી અધર્મમ, નચમે નિવૃતિ !

બસ અમસ્તા….

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…


મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળા પહેરીને ઉભા સ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પિળે રે પાન્દે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યા અલકાતા રાજ઼, ડૂબ્યા મલકાતા કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો ઍક ચોકમા;
અડધા બોલ જ઼ાલ્યો; અડધો જાંજરથી જાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

For more on this post see: http://www.krutesh.info/2010/08/blog-post_3630.html#axzz1NkjYc5Sg

— રાજીવ પટેલ

“બિન-લાદેનનું બેસણું”


“બિન-લાદેનનું બેસણું”

‘‘ફૂલ ગયું ને ફોરમ રહી
દેહ ડુબ્યો ને દાઢી તરી….’’

અમારા સૌના લાડીલા આતંકવાદી નેતા શ્રી ઓસામાભાઈ લાદેન સોમવાર તારીખ ઃ ૨-૫-૨૦૧૧ના રોજ ખતરનાક રીતે મરણ પામ્યા છે. તેઓ તેમની પાછળ પાંચ પત્નીઓ અને ૨૫ બાળકોને રડતાં મૂકી ગયા છે. સદ્‌ગતનું બેસણું આવતી કાલે સાંજે ૪ થી ૬ દરમ્યાન અફઘાનિસ્તાન બોર્ડરની તોરા-બોરા ગુફાઓમાં રાખવામાં આવેલ છે. સૌ આતંકવાદી બંઘુઓ પોતપોતાની મશીનગનો અને રિવોલ્વરો લઈને પહોંચી જાય. સદ્‌ગતની શાનમાં ૧૦૦૧ ગોળીઓ હવામાં છોડી ધડબડાટી બોલાવ્યા પછી બે મિનિટનું મૌન પાળવામાં આવશે. બુલેટના પૈસા અલ-કાયદાની ઓફીસેથી વાઉચર ભરીને લઈ લેવા. બોમ્બ પેટ પર બાંધીને આત્મઘાતી સમર્પણ કરવાનો રિવાજ બંધ છે.
લિ. અલ-કાયદાના કાયદેસર વારસદારો

—- બસ અમસ્તા

કુછ ગમ


કભી ઐસા ભી હોતા હે કે મૌસમ બદાલતે નહી,
ચલતી રેહટી હે આંધીયા, ઔર રૂખ બદલતી નહી,
કિતને લગાલો મલમ ઉન્પે, …
કુછ ગમ ઐસે હોતે હે, જો કભિભી ભારતે નહી!

દર્દિલ (મહેશ ચાવડા)

જીવન નુ ૧૦% અને ૯૦%


જે તમારી સાથે થાય છે તે તમારા જીવન નુ ૧૦% હોય છે, બાકી ૯૦% તમે તેનો શું પ્રતિભાવ આપો છો તે હોય છે.

—- બસ અમસ્તા

જીવન ની મજા


જેવી રીતે આપણે, ઍક મજાક ને લાઇ ને,
વારે વારે હસી નથી શકતા,

ઍવી રીતે આપને, ઍક જ દુખ ને લાઇ ને,
હુંમેશ દુખી કેવી રીતે રહી શકિયે?

– જીવન ની મજા માણો

બસ અમસ્તા …

આજ મારા બ્લોગ ની ૨૦૦૦ હિટ્સ પુરી થયે સર્વે વાચક મિત્રો નો ખોબલે ખોબલે આભાર.


આજ મારા બ્લોગ ની ૨૦૦૦ હિટ્સ પુરી થયે સર્વે વાચક મિત્રો નો ખોબલે ખોબલે આભાર.

હું આશા રાખુ છુ કે તમે આવી રિતેજ મારા બ્લોગ ને વાચિ મને પ્રેમ આપતા રેશો.

આભાર – સહુનો દર્દિલ (મહેશ ચાવડા)