Archive for જુલાઇ, 2010

ઍટલે મિત્ર!


દરેક નાટક નુ અભિન્ન પાત્ર ઍટલે મિત્ર!

લોહીના સબંધો થી પરે ઍક ગોત્ર ઍટલે મિત્ર!

ઘોર જંગલ મા શીતળ ઍક જરણુઉ ઍટલે મિત્ર!

ગોતાખોરને મળી ગયેલ ઍક સાચુ મોતી ઍટલે મિત્ર!

પૂર જડપની જિંદગી મા, ઍક વિસામો ઍટલે મિત્ર!

ઍકલ તળાવ મા કંકર તરંગ ઍટલે મિત્ર!

———મારા મિત્રો ને સપ્રેમ ભેટ
દર્દિલ (મહેશ ચાવડા)

Advertisements

તારા વિનાની બેરન્ગ જિંદગી મા રંગ પૂરતો હતો,


તારા વિનાની બેરન્ગ જિંદગી મા રંગ પૂરતો હતો,
તૂ આવ આવ આવને, હું તારીજ વાત જોતો હતો!

ઍ ફુલ પણ શું ફુલ છે, જો હોય ના ઍમા કોઈ સુગંધ?
ઍ મૌસમ્ પણ કોને ભાવશે, જો વાયના મધરો પવન,
તારા વીના કારમાયે જવા, હું રોજ રોજ ખીલતો હતો!
તારા વિનાની બેરન્ગ જિંદગી મા રંગ પૂરતો હતો.

ઍ રાહ પણ કેવી સૂની લાગે, જો હોય ના કોઈ સંગાથ?
હરીયાળી પણ ક્યાંથી છવાય, જો ચાલતી હોય પાનખર,
તારા વીના ખરી જવા, હૂ રોજ રોજ લેહરાતો હતો!
તારા વિનાની બેરન્ગ જિંદગી મા રંગ પૂરતો હતો.

તૂ આવ તો બીજા સ્વાદ વારતાય!
તારા વીના હું રોજ રોજ ખારા આંસુઓ પિતો હતો!
તારા વિનાની બેરન્ગ જિંદગી મા રંગ પૂરતો હતો.

દર્દિલ (મહેશ ચાવડા)

मोत हे मोत हे, हर जगाह घूमती मोत हे,


मोत हे मोत हे, हर जगाह घूमती मोत हे,
पानी मे मोत, पत्थर मे मोत, बस मोत हे, मोत हे!

कोई सोचता तेरी मोत हे, कोई पूछता तेरी मोत हे,
कितनाभी बचके निकल, तेरा पीछा करती मोत हे.
मोत हे मोत हे, हर जगाह घूमती मोत हे!

कोई थूकता जो मोत हे, कोई फूकता वो मोत हे,
देख तेरे संसार मे, धुंवा बनके उड़ती मोत हे.
मोत हे मोत हे, हर जगाह घूमती मोत हे!

तू रुक जा, ठहेर जा, कितनाभी बचके निकल,
तेरा पीछा करती मोत हे.
मोत हे मोत हे, हर जगाह घूमती मोत हे!

कोई खरीदता किसीकि मोत हे,
कोई बेचता किसीकि मोत हे!
सब मोत का काला बाज़ार हे.
मोत हे मोत हे, हर जगाह घूमती मोत हे!

दर्दिल (महेश चावडा)

कुछ ओर बात हे!


यूँ तो केह्ते सुनते हे कई बाते,
पर वोह पुछ्ले तो कुछ ओर बात हे!

ज़माने से सोते आए हे,
जगाती हे कभी छाव तो काभ धूप,
पर वो अपनी आहट से,
नींद उडादे तो कुछ ओर बात हे!

यूँ तो पीते हे कई बोतले कई पैमाने,
वो अपने होठोंसे पिलादे तो कुछ ओर बात हे!

-दर्दिल

પિતાનું આપણા જીવનમાં કેટલું મહત્વ?


પિતાનું આપણા જીવનમાં કેટલું મહત્વ?

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વ ને આપણે ક્યારેય
સમજવા નો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે
નથી બોલવા માં આવતું.

કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,
દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી
વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.

પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા
પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.
કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.

જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત
ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે
લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા…

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે
” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.

પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.

પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક
ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં
પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.

પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,
વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપ�ª

મને ઍની અચરજ!


હું ચાલ્યો આટલી દૂર,,
ને તમે ઍક ડગલૂય ના ભરો?
મને ઍની અચરજ!

હું રડ્યો અનરાધાર,
ને તમે તોય ના પીઘળો?
મને ઍની અચરજ!

કહી કહી ને શબ્દો ખૂટ્યા,
ને તમે તોય ના રીજો?
મને ઍની અચરજ!

કહે છે “દર્દિલ” પ્રેમમા દર્દ છે,
આટલા સહ્યા ઘાવ,
તમે તોય ના માનો?
મને ઍની અચરજ!

તોય ઘણુ!


આખો દિવસ નહી,
મળી જાય ક્ષણ બે ક્ષણ ખુશીના, તોય ઘણુ!

મળી જાય તમારો સંગ,
થોડા વર્ષો નહી પણ ક્ષણ, તોય ઘણુ!

ભલે વરસો નહી ધોધમાર,
બનીને બુંદ બે ચાર, તોય ઘણુ!

ભલે હસીને ના શરમાવ,
પણ થોડુ મલકાવ, તોય ઘણુ!

હું ક્યાં કહુછુ, દો વાયદો મુલાકાત નો?
ક્યારેક આમજ, અચાનક મલીજાવ, તોય ઘણુ!

ના લો ભલે સંભાળ અમારી,
ના દો દવાદારુ “દર્દિલ” ને,
થોડા ખબર અંતર પૂછી જાવ, તોય ઘણુ!

દર્દિલ (મહેશ ચાવડા)

Advertisements