લઈ આવ જ્યાં, વેહતિ હતી, ખુલ્લી હવાઓ સુવાસ મા
લઈ આવ જ્યાં, વેહતિ હતી, ખુલ્લી હવાઓ સુવાસ મા,
આવ ચલ બેસિયે ઍક બીજા ની પાસ મા.
ઍમ માયુસ ના …થઈ યે, આવુ માઠુ ના…લગાડ.
કોઈ આવશે,..ને છેડશે…કોઈ નવી તરંગ..!
કોઈ નવી તરંગ..!
લઈ આવ જ્યાં, વેહતિ હતી, ખુલ્લી હવાઓ સુવાસ મા,
મુઠ્ઠી રેત છે…સરકી જશે, આ મોજુ છે, શમી જશે.
ઍને બાંધ ના.. તૂ પાંખ મા, ઍ ઊડી જશે પળવાર મા!
ઍ ઊડી જશે પળવાર મા!
લઈ આવ જ્યાં, રહેતી હતી, હંમેશ ખુશી તારી આંખ મા!
આવ ચલ બેસિયે ઍક બીજા ની પાસ મા.
આતો રમત છે…ચોપાટ ની, આજે મારી દા, કાલે તારી હશે.
જો દૂર મા, સાંભળાય શું, કોઈ ચીસ, તો કિલકારી હશે!
કોઈ ચીસ, તો કિલકારી હશે!
લઈ આવ જ્યાં, રમતી હતી, સઘળી આશાઓ સંગાથ મા!
આવ ચલ બેસિયે ઍક બીજા ની પાસ મા.
-દર્દિલ (મહેશ ચાવડા)